ક્ષમા – શબ્દ વિશે સુવિચારો – સુંદર સુવાક્યો

ક્ષમા – શબ્દ વિશે સુવિચારો – ગુજરાતી સુવિચારોનો સંગ્રહ


KSHAMA – BEST SUVICHAR IN GUJARATI


ક્ષમા શબ્દ વિશે સુંદર સુવિચારો અંહી પ્રસ્તૃત કરવામાં આવ્યા છે,ખુબજ સરસ રીતે જુદા જુદા વિદ્વાનો દ્વારા રજુ કરાયેલાં સુવાક્યો અંહી તમારા માટે મુકવામાં આવ્યા છે.


૧.ક્ષમા હૃદયનો ધર્મ છે.

અજ્ઞેય

૨. જે સ્વયં શક્તિશાળી હોવા છતાં દુર્બળની વાતો સહન કરે છે તેને સર્વશ્રેષ્ઠ ક્ષમાવાન કહેવામાં આવે છે.

ગૌતમ બુદ્ધ

૩. બદલો લેવા કરતાં ક્ષમા હંમેશા સારી છે.

સેક્સ પિયર

૪. પાપ કરીને શિક્ષાનો ભાર સહન કરી શકાય છે, પરંતુ ક્ષમાનો ભાર ઉચકી શકાતો નથી .

ભગવાન શંકરાચાર્ય

૫. સજ્જન પુરુષો ક્ષમા વડે જ દુષ્ટ લોકોને નિસ્તેજ બનાવી દે છે.

ભૃતુ હરી

૬. ક્ષમા કેવી રીતે આપી શકાય તે ફક્ત શૂરવીર જ જાણે છે, ડરપોક કદી ક્ષમા ન આપી શકે તે તેના સ્વભાવમાં જ નથી.

સરદાર વલ્લભભાઈ પટેલ

૭. ક્ષમાવાન પુરુષને આ લોક અને પરલોક બંને સુખદાયક બને છે તે આ લોકમાં સન્માન અને પરલોકમાં સદગતિ પામે છે.

વિષ્ણુ પુરાણ

૮. ક્ષમા દંડ કરતા મોટી છે દંડ આપે છે માનવ પણ ક્ષમા પ્રાપ્ત થાય છે દેવતાથી. દંડમાં ઉલ્લાસ છે પણ શાંતિ નથી, ક્ષમામાં શાંતિ પણ છે અને આનંદ પણ છે.

ભૃતુહરી

૯. ક્ષમા અસમર્થ માનવીઓનું લક્ષણ અને સમર્થનું આભૂષણ છે.

વેદવ્યાસ

૧૦. જ્યાં ક્ષમા નથી ત્યાં પ્રેમ માત્ર વિડબના જ છે.

પ્રેમચંદજી

૧૧. જ્યાં ક્ષમા આપવી ઉત્તમ છે પણ ભૂલી જવું એના કરતાં પણ વધુ ઉત્તમ છે.

બ્રાઉનિગ

૧૨. ક્ષમા બ્રહ્મ છે, ક્ષમા સત્ય છે, ક્ષમા ભૂત છે, ક્ષમા ભવિષ્ય છે, ક્ષમા તપ છે અને ક્ષમા પવિત્રતા છે. ક્ષમા એ જ સંપૂર્ણ જગતને ધારણ કરી રાખ્યું છે.

વેદ વ્યાસ

૧૩. જે માણસની પાસે ક્ષમા હોય તો તેને કવચની શી જરૂર છે.

પંચતંત્ર

૧૪. ક્ષમામાં જ પાપને પુણ્ય બનાવવાની શક્તિ છે કોઈ પણ અન્ય વસ્તુ માટે નથી.

જય શંકર પ્રસાદ

૧૫. સમાજ યશ છે ક્ષમા ધર્મ છે ક્ષમાથી જ આ સંસારનું અસ્તિત્વ છે.

વાલ્મિકી

૧૬. ક્ષમા વીરોનું આભૂષણ છે.

ગાંધીજી