પુસ્તક વિશેનાં સુંદર સુવિચારો – ગુજરાતી સુવિચારો

પુસ્તક વિશે સુંદર સુવિચારોનો સંગ્રહ - શ્રેષ્ઠ સુવિચારો

પુસ્તક વિશે શ્રેષ્ઠ સુવિચારો- BEST SUVICHAR IN PUSTAK

1. તારા પુસ્તકો વિનાનું ઘર સ્મશાન જેવું છે

સ્વામી વિવેકાનંદ

2. તમારા કદીએ નિષ્ફળ ન જનારા મિત્રોમાં પુસ્તકો સૌથી મોખરે છે.

લૉગ ફેલો


3. સારા પુસ્તકો જેવો કોઈ કાયમી મિત્ર નથી.

લૉગ ફેલો

4. સમયના વિશાળ સાગરમાં ઉભી કરવામાં આવેલી દીવાદાંડી એટલે પુસ્તકો.

ઇ. પી. વિપીલ

5. જે પુસ્તક તમને સૌથી વધુ વિચારવા માટે વીવશ કરે છે તે પુસ્તક તમારા માટે સૌથી વધુ સહાયક નીવડે છે.

થિયોડૉર પાર્કર

6. પુસ્તકો જાગ્રત દેવતાઓ છે, તેમની સેવા કરીને તાત્કાલિક વરદાન પ્રાપ્ત કરી શકાય છે.

રામ પ્રતાપ ત્રિપાઠી

7. અશ્લીલ પુસ્તકો વાંચવા ઝેર પીવા બરોબર છે.

ટોલ્સટોય

8. સ્વાધ્યાય દ્વારા આત્મવિકાસ કરવાનું મોટું સાધન પુસ્તક છે.

સુદર્શન

9. પુસ્તક પ્રેમી સૌથી વધુ શ્રીમંત અને સુખી છે.

થૉરૉ

10. જે પુસ્તક બંધ જ રહે છે તે કેવળ કાગળના ઢગલા જેવું છે.

ચીની કહેવત

11. દીવાની સમીપ એકલા બેઠા હોઈએ અને સામે પુસ્તક હોય, એના જેવો આનંદ દુનિયામાં એકેય નથી.

યોશીદા કેનાકે

12. પુસ્તકો મન માટે સાબુનું કાર્ય કરે છે.

ગાંધીજી

13. પુસ્તકોનું સંકલન જ આજના યુગનું વાસ્તવિક વિદ્યાલય છે.

કાર્લાઈલ

14. વિચારોના યુદ્ધમાં પુસ્તકો જ શસ્ત્રો છે.

સિસરો

15. પુસ્તકોનો સાચો ઉદ્દેશ્ય માનવીને પોતાની જાતે વિચારતો કરી મુકવાનો છે, જે પુસ્તક તેમ કરી ન શકે, તેનું મૂલ્ય અભરાય પર એણે રોકેલી જગ્યા જેટલું પણ નથી.

રીચી કોલ્ડર

16. જુના કપડાં પહેરીને પણ નવા પુસ્તકો ખરીદવા જોઈએ.

પ્રસ્ટીન ફિલરસ

17. હું નરકમાં પણ સારા પુસ્તકોનું સ્વાગત કરીશ. કારણ કે તેમનામાં એટલી શક્તિ છે કે જે ત્યાં હશે ત્યાં આપોઆપ સ્વર્ગ બની જશે.

લોકમાન્ય તિલક