દયા શબ્દ વિશે સુવિચાર – ગુજરાતી સુવિચાર

દયા શબ્દ વિશે સુવિચાર – સુંદર વિદ્વાનોના સુવિચાર


DAYA – SUVICHAR IN GUJARATI


BEST SUVICHAR IN GUJARATI – દયા શબ્દ પર આધારીત સુંદર સુવિચારો અંહી આપવામાં આવેલા છે.જે તમારા માટે ખુબજ ઉપયોગી સાબિત થશે..


૧.બીજાના દુઃખને પોતાના દુઃખ માનવામાં એનું નામ જ દયા છે. આપણે જ્યાં સુધી પ્રભુ પ્રીત્યર્થે એવી દયા કરતા શીખ્યા નથી ત્યાં સુધી આપણે બીજાને એટલા જ માટે મદદ કરીએ છીએ કે તેઓ આપણને તેવા જ પ્રસંગે સહાય આપે.

રૉશેફકોલ્ડ

૨. દયા એવી ભાષા છે જે બહેરા સાંભળી શકે છે અને મૂંગા પણ સમજી શકે છે .

મહાવીર સ્વામી

૩. દયા કરવી એટલે ઊંચું જવું પરંતુ દયાપાત્ર બનવું એટલે પોતાના તેજને ઓછું કરવું.

સંત તુલસીદાસ

૪. દયા કદી નિષ્ફળ જતી નથી જેના તરફ એ વહે છે એના ઉપર તેની કશી અસર ન થાય છતાં પણ દયા કરનારને તો તે લાભ કરે જ છે.

એસ. એચ. સિમેન્સ

૫. દયા, દયાની જન્મ આપે છે.

સોફોક્લીજ

૬. દરેક માટે દયાળુ અને કોમળ બનો પરંતુ પોતાને માટે કઠોર રહો.

કોન્ફ્યુસીયસ

૭. દયા સજ્જનતાની મૂળભૂત નિશાની છે.

સેક્સ પિયર

૮. દયા મોટામાં મોટો ધર્મ છે.

મહાભારત

૯. દયાથી ભરપૂર દિલ એ સૌથી મોટી દોલત છે કારણ કે દુન્યવી દોલત તો નીચ માનવી પાસે પણ હોય છે.

તિરુવલ્લુવર

૧૦. દયા શીલ અંતઃકરણ પ્રત્યક્ષ સ્વર્ગ છે.

સ્વામી વિવેકાનંદ

૧૧. હે પ્રભુ! તું દુષ્ટ લોકો ઉપર દયા કર, ભલા માણસો ઉપર તો તે દયા કરેલી જ છે કારણ કે તે તેમને ભલા બનાવ્યા છે.

આરબ પ્રાર્થના

૧૨. ભયથી વ્યાપ્ત આ સંસારમાં તે જ વ્યક્તિ નિર્ભય રહી શકે છે, જે બધા ઉપર દયા ભાવ રાખે છે.

ભગવાન બુદ્ધ

૧૩. દયા સુખોની લતા છે.

જૈન દર્શન

૧૪. દયા આપણને ઈશ્વર તુલ્ય બનાવે છે.

કલાડીયન

૧૫. દયા એવી સોનાની જંજીર છે જેના વડે સમાજ પરસ્પર બંધાયેલો છે.

ગેટે

૧૬. જે સાચો દયાળુ છે તે જ સાચો બુદ્ધિમાન છે જે બીજા ઉપર દયા કરતો નથી તેના ઉપર ઈશ્વરની કૃપા થતી નથી.

હોમ