ધર્મ – શબ્દ વિશે સુંદર સુવિચારો

ધર્મ – શબ્દ વિશે સુંદર સુવિચારો


DHARM – SABDA SUVICHAR IN GUJARATI


BEST SUVICHAR IN GUJARATI – સુંદર મજાના સુવિચારોનો સંગ્રહ અંહી આપવામાં આવેલો છે. જે તમને ખુબજ ઉપયોગી સાબિત થશે.


  • યજ્ઞ, દાન અને તપ એ ધર્મના ત્રણ સ્તંભો છે.

   – રામચંદ્ર ડોંગરેજી

  • સાચો ધર્મ હૃદયની કવિતા છે તેમાજ તમામ સદગુણ વિકસી શકે છે.

-જાર્બટે

  • ધર્મનું લક્ષ્ય છે અંતિમ સત્યનો અનુભવ.

ડો.રાધાકૃષ્ણન

  • જે ન્યાયને અનુકૂળ છે તે કદી ધર્મની વિરુદ્ધ ન હોઈ શકે.

-ગ્લૅડસ્ટન

  • ધર્મ જીવનથી અલગ નથી, જીવન એ જ ધર્મ છે. ધર્મ વિનાનું જીવન મનુષ્ય જીવન નથી, પરંતુ પશુ જીવન છે.

– ગાંધીજી

  • ધર્મ માનવીના અંતઃકરણના વિકાસનું ફળ છે, તેથી ધર્મના પ્રમાણનો આધાર પુસ્તક નહીં, અંતઃકરણ છે.

– સ્વામી વિવેકાનંદ

  • જેનું મન ધર્મરત છે તેને દેવ પણ નમન કરે છે.

– મહાવીર સ્વામી

  • જેનામાં મનુષ્યતા નથી તેનામાં જરા પણ ધાર્મિકતા નથી.

– અરબી કહેવત

  • ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે. સ્ત્રીપુત્રાદી બીજા બધા જ તો શરીરના નાશની સાથે જતા રહે છે.

– વિષ્ણુ પુરાણ

  • ધર્મજ્ઞાનની પ્રાપ્તિ બહારની દુનિયાને જાણવાથી નથી થતી પણ અંદરની દુનિયાને જાણવાથી થાય છે.

– સ્વામી વિવેકાનંદ

  • જે ધર્મ સદાચારી જીવન ઉપર ભાર મૂકે છે, જે ધર્મનો પાયો જીવનની પવિત્રતા છે અને એ જેનું શિખર જીવ માત્ર પ્રત્યેનો પ્રેમ છે તે ધર્મ જગતના સર્વ બંધનો માંથી મુક્તિ અપાવી શકે છે.

– ગૌતમ બુદ્ધ

  • આપણે જાતે મરીને પણ ધર્મનું રક્ષણ કરવાનું છે.

લેક્ટેન્શિયસ

  • જુદા જુદા ધર્મનું અધ્યયન કર્યા પછી હું એ નિર્ણય પર આવ્યો છું કે બધા ધર્મોનું એકીકરણ જરૂરી છે તેની એક મહા ચાવી હોવી જોઈએ જે મહા ચાવી છે. સત્ય અને અહિંસા.

– ગાંધીજી

  • બે ધર્મ વચ્ચે ક્યારેય ઝઘડો નથી હોતો બધા ધર્મોનો અધર્મ સાથે ઝઘડો હોય છે.

– વિનોબા ભાવે

  • પ્રેમ ભરી ભાષા એ જ ધર્મની ખરી ભાષા છે.

-સેબેટીઅર

  • જે ધર્મ વિધવાના આંસુ લુછી ના શકે કે અનાથના મુખમાં રોટલીનો ટુકડો મૂકી ન શકે એવા ધર્મમાં મને શ્રધ્ધા નથી.

– સ્વામી વિવેકાનંદ