ચિંતા શબ્દ પર સુવિચારો – ગુજરાતી સુવિચારો

ચિંતા શબ્દ પર શ્રેષ્ઠ ગુજરાતી સુવિચારો - BEST GUJARATI SUVICHAR

ચિંતા શબ્દ સાથે મહાનુભાવોનાં સુંદર સુવાક્યો - BEST SUVICHAR IN GUJARATI

1. ચિંતા જીવનનો શત્રુ છે.

* શેક્સપિયર

2. ચિંતા એ જીવનના કાટ રૂપે છે. તે એની ઉજવળતાનો નાશ કરે છે, અને તાકાત ને નબળી પાડે છે.

*ટ્રાયલ એડવર્ડઝ

3. ચિંતા સમાન બીજું કોઈ શરીરને શોષનારો નથી.

* પંચતંત્ર

4. ચિંતા એ માનવજીવનનું ઝેર છે. તે અનેક પાપોની અને તેથી વધુ દુઃખો ની જનની છે.

*બ્લેર

5. ચિંતા મધમાખી જેવી છે, તેને જેટલી હટાવો તેટલી જ તે વધારે ચોંટે છે.

* સુદર્શન

6. કદી નહિ આવેલા અનિષ્ટોની ચિંતા કરીને આપણે કેટલી બધી કિંમત ચૂકવ્યા કરીએ છીએ.

*જેફર્સન

7. ચિંતાથી રૂપ, બળ અને જ્ઞાનનો નાશ થાય છે.

* એડિશન

8. જ્યાં સુધી મુશ્કેલી ખરેખર તમને નડે નહીં, ત્યાં સુધી તમે મુશ્કેલીને નડવાનું (ચિંતા કરવાનું) શરૂ ન કરશો.

– હિતોપદેશ

9. ચિંતાએ આજ સુધી કોઈ પણ કાર્યને પૂર્ણ કર્યું જ નથી.

*સ્વેટ મોર્ડન

10. આજના સૂર્યને આવતીકાલના વાદળ પાછળ સંતાડી દેવો એનું નામ ચિંતા છે.

*કૅમ્પ

11. ચિંતાથી લોહીનું, વ્યસનથી ધનનું અને પ્રભુ પ્રત્યેની વિમુખતાથી જીવનનું પાણી થાય છે.

* ધૂમકેતુ

12. આવનારી મુશ્કેલીની પ્રથમથી આગાહી ન કરો. ભવિષ્યમાં જે કદાચ કદી બનવાનું જ નથી તેની ચિંતામાં અત્યારથી જ અધમુઆ ન થાઓ.

* ફ્રેન્કલિન

13. જે બીજાના કામની ચિંતા કરતો નથી. તે આરામ અને શાંતિ મેળવે છે.

*ઇટાલિયન કહેવત

14. સૂકી વખતે મનમાં ચિંતાઓને રાખવી, તે પોતાની પીઠ ઉપર ગાંસડી બાંધીને સુવા બરાબર છે.

*હેલી બર્ટન

15. આપણી ચિંતાઓ હંમેશા આપણી કમજોરીઓના કારણે જ હોય છે.

*જાબર્ટ

16. ચિંતા દરેક પ્રકારની સુંદરતા અને સ્વાસ્થ્યનો શત્રુ છે.

*સ્વૅટ મોડર્ન