અભિમાન વિશે સુવિચાર – ABHIMAN – SUVICHAR

અભિમાન વિશે સુવિચાર - શ્રેષ્ઠ ગુજરાતી સુવિચાર

અભિમાન શબ્દ પર સુવિચાર - ABHIMAN - BEST SUVICHAR

સુવિચારોનો શ્રેષ્ઠ સંગ્રહ અહીં આપવામાં આવેલો છે. અહીં આપને અભિમાન શબ્દ ઉપર જુદા જુદા સરસ મજાના મહાન વ્યક્તિઓના વાક્યો સુવિચારોના રૂપમાં ઉપલબ્ધ થાય છે, ત્યારે તેનો ઉપયોગ આપની શાળામાં પ્રાર્થના સભામાં કે વિદ્યાર્થીને ગમે ત્યાં તેનો પોતાની નોટબુકમાં ઉપયોગ કરવો હોય તો કરી શકે. એટલું જ નહીં તમે આ જે વાક્યો છે એ વાક્યોનો ઉપયોગ કોઈપણ પ્રકારના કાર્યક્રમના સંચાલનની અંદર કરી શકો છો તે રીતે આ સુવિચાર આપને ઉપયોગી થશે તો આ સુવિચારો ને આપ વાંચો અને તેને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરો.

The collection of best and beautiful good thoughts is given here which will be very useful for you. By reading these good thoughts you can use them anywhere, so take advantage of this website often and be informed with such good thoughts.

1.અભિમાન નરકનું દ્વાર છે

– મહાભારત

2. અભિમાન જ્યારે નમ્રતાનો ડોળ ધારણ કરે છે, ત્યારે ઘણું ધુણાસ્પ્રદ બને છે.

* કમ્બરલેન્ડ

3. અભિમાનના આઠ પ્રકાર છે.- સત્તાનું અભિમાન, સંપતિનુ અભિમાન, બળનું અભિમાન, રૂપનું અભિમાન, કુળ અભિમાન, વિદ્વતાનુ અભિમાન અને કર્તવ્યનું અભિમાન. પરંતુ “મને અભિમાન નથી” એવો દાવો કરવો એના જેવું ભયાનક અભિમાન બીજું એકેય નથી.

*વિનોબા ભાવે

4. અભીમાની માણસને કદી સાચા મિત્રો હોતા જ નથી. જ્યારે તેઓ તવંગર હોય છે ત્યારે તેઓ કોઈને ઓળખતા નથી, અને જ્યારે તેઓ વિપત્તિમાં હોય છે, ત્યારે તેમને કોઈ ઓળખતું નથી.

* સિડની સ્મિથ

5. ઘમંડ માણસને ફુલાવી મૂકે છે, પણ તેની કદી ટેકો ના આપે.

* રસ્કિન

6. કોઈપણ હાલતમાં પોતાની શક્તિ પર અભિમાન ન કરવું જોઈએ, કારણ કે બહુરૂપી આકાશ હર ક્ષણે હજારો રંગ બદલે છે.

* હાફિઝ

7. બધી જ મહાન ભૂલોના પાયામાં અહંકાર હોય છે.

* રસ્કિન

8. અભિમાની માણસથી બીજાનું અભિમાન સહન થઈ શકતું નથી.

* પ્લુટાર્ક

9. જેને જાતનો અભિમાન નથી, રૂપનો અભિમાન નથી, લાભનું અભિમાન નથી, પંડિતાઈનુ અભિમાન નથી. અને જે સર્વ પ્રકારના અભિમાન છોડીને ધર્મ ધ્યાનમાં રત છે તે સાધુ છે.

*મહાવીર સ્વામી

10. ઘમંડી માણસો પોતાની જાતને એટલું બધું માન આપી દે છે, કે જેથી બીજાઓને તેમની પ્રત્યે સામાન્ય સન્માન દાખવવાની ફરજમાંથી મુક્તિ મળી જાય છે.

*એચ.ડબલ્યુ બીચર

11. તમારો અહંકાર બીજાને કદાચ ડંખે, પણ તમારું તો પતન જ કરે છે.

*કૉન્ફ્યુશિયસ

12. અભિમાની માણસ નમ્રતા ધારણ કરે છે, ત્યારે પોતાનું અભિમાન સૌથી વધુ વ્યક્ત કરતા હોય છે.
* સાઉથ

13. અભિમાની સાધુ કરતા પ્રશ્ચાતાપ કરીને પ્રભુની ક્ષમા યાચના કરનારો પાપી સારો છે.

*સેનેકા

14. મોટા માણસના અભિમાન કરતા નાના માણસની શ્રદ્ધા ધાર્યુ કામ કરી જાય છે.

*દયાનંદ સરસ્વતી