પુષ્પ (ફુલ ) વિશે સુંદર સુવિચાર – SUVICHAR

પુષ્પ (ફુલ) વિશે સુંદર સુવિચારોનો સંગ્રહ

પુષ્પ શબ્દ પર સુવિચાર - Good thoughts on the word flower

પુષ્પ રે ફુલ વિશે સુંદર સુવિચારો અંહી આપવામાં આવેલાં છે,જે તમે તમારી શાળા અથવા તો કોઇ કાર્યક્રમમાં રજુ કરવા માટે ઉપયોગ કરી શકો છો.

1. સૌંદર્યના નાશવંત સ્વરૂપનું પ્રતીક સમજવા માટે પરમાત્માએ ફૂલો સર્જ્યા છે.

વિલ્બર ફોર્સ

2. પુષ્પોમાં સુગંધ છે, તો તેમાં તેજ નથી. તારા ગણમાં તેજ છે, પરંતુ સુગંધ નથી.

મહાદેવી વર્મા

3. ફૂલો પૃથ્વી પર ફોરમ ફેલાવતા અને હૈયાને અંજવાળતા તારાઓ છે.

લોંગ ફેલો

4. ફૂલો ને ખબર છે કે મારે તો નષ્ટ થવાનું જ છે, તેમ છતાં હસીને જિંદગી જીવે છે.

વનરાજસિંહ ચાવડા

5. માણસ ફૂલોના રંગ કદાચ ભૂલી જાય, પણ તેની સુવાસ તો એના મગજમાં બહુ લાંબા સમય સુધી પમર્યા કરે છે.

જયશંકર પ્રસાદ

6. પુષ્પ હૃદયની મૌન વાણી છે.

કવિ કાલિદાસ.

7. પ્રકાશ જ્યારે કાળા વાદળોને ચુંબન કરે છે ત્યારે સ્વર્ગના પુષ્પ બને છે.

રવીન્દ્રનાથ ટાગોર

8. પુષ્પ દેવ મુંગટ છે.

મિલ્ટન

9. જીવન એક પુષ્પ છે પ્રેમ એની સૌરભ છે.

વિકટર હ્યુગો

10. પુષ્પ સંસારની શોભા છે.

સુદર્શન

11. ઈશ્વર મોટા મોટા સામ્રાજ્યથી વિમુક્ત થઈ શકે છે, પણ નાના નાના પુષ્પોથી નહીં.

રવીન્દ્રનાથ ટાગોર

12. ફુલ પ્રકૃતિની ઉદારતાનું દાન છે, તેને સૂંઘવાથી હૃદય પવિત્ર અને મસ્તિષ્ક પ્રફુલ બને છે.

જયશંકર પ્રસાદ

13. પરમાત્મા ના પ્રભુત્વ નું દર્શન અને તેની ભલાઈ નું રહસ્ય સુંદર પુષ્પો દ્વારા પામી શકાય છે.

વિલબર ફોર્સ

14. પ્રેમની સાચી ભાષા પુષ્પો છે.

પી બેન્જામીન

15. બગીચા નો ઉછેર કરવો એ પરમાત્માની સાથે ચાલવા બરાબર છે.

બોવી

16. મધુર પુષ્પ ધીમે ધીમે ખીલે છે જ્યારે ઘાસ ઝડપ થી ઉગે છે.

સેક્સપિયર

17. ફૂલની પાંદડીઓને તોડીને તમે તેનું સૌંદર્ય ગ્રહણ કરી શકતા નથી.

રવીન્દ્રનાથ ટાગોર

18. અત્યંત મધુર સુગંધી ફુલ લજ્જાશીલ અને નમ્ર હોય છે.

વર્ડઝ વર્થ