મનુષ્ય કે માનવ શબ્દ અંગે સુવિચારો

મનુષ્ય કે માનવ અંગે સુંદર સુવિચારો

મનુષ્ય શબ્દ પરથી તારવેલાં શ્રેષ્ઠ સુવિચારો - Some of the best beautiful sentences for humans

મનુષ્ય શબ્દ પરથી ઉતરી આવેલાં અનેક એવાં સુવિચારો અંહીયા સંગ્રહિત કરવામાં આવેલાં છે.જે સુવિચારો ખુબજ સુંદર છે.

Here are some great tips for writing for any program or school.

1. વિવેકબુદ્ધિ અને સ્પષ્ટ વાણી એ બે બાબતોમાં માણસ પશુ કરતા ચડિયાતો છે.

પર્કાસ

2. વિશ્વ આશ્ચર્યજનક વસ્તુઓથી ભરેલું છે, પણ મનુષ્યથી મોટું આશ્ચર્ય બીજું કોઈ નથી.

સોફોકલીસ

3. બીજાના પરસેવાનો રોટલો પડાવી લેવા માણસ દયાળુ પ્રભુની સહાય શોધે એના જેવું બીજું શું ક્રૂર હોઈ શકે?

લીંકન

4. મનુષ્ય દુર્બળતા ઓની પ્રતિમા છે. જેમાં દેવત્વ અને દાનતત્વ બંનેનો સમાવેશ છે.

હિતો પ્રદેશ

 

5. માનવી નાનો છે પરંતુ માનવતા મોટી છે.

બોર્ન

6. ફક્ત મનુષ્ય જ એવો જીવ છે જે હાસ્યની શક્તિથી સંપન્ન છે.

ગ્રેવીલ

7. સારા માણસો વિનોદમાં જે બોલે છે તે પણ શિલાલેખ પર લખેલા અક્ષર સમાન છે. પણ ખરાબ માણસ સોગંદ ખાઈને જે બોલે છે તે પાણીમાં લખેલા અક્ષર સમાન છે.

હિતો પ્રદેશ

8. મનુષ્ય સહેલાઈથી પોતાને ઈશ્વર માની લેતો નથી તેનું મુખ્ય કારણ પેટ છે.

નિત્શે

 

9. માનવીનું આંતરિક સત્વ એકમાત્ર અનંત તત્વની સર્જનાત્મક અને આધ્યાત્મિક શક્તિનો અંશ છે.

ફોબેલ

10. માનવી પંખીની જેમ હવામાં ઉડતા અને માછલીની જેમ પાણીમાં તરતા શીખ્યો છે, હવે તેને માણસની જેમ પૃથ્વી પર જીવતા શીખવાનું છે.

ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન

11. ખરેખર મહાન માણસ તે છે જે કોઈના ઉપર સવાર થતો નથી અને જેના ઉપર કોઈ સવાર થઈ શકતું નથી.

ખલીલ જીબ્રાન

12. માનવ જ્યારે માનવ મટીને દાનવ બને છે, ત્યારે તે ધર્મના બદલે ધનનું, સત્યને બદલે સંપત્તિનું, વિરાગ ને બદલે વિલાસનું અને સમતાના બદલે મમતા નું સન્માન તથા સ્વાગત કરે છે.

સુદર્શન

13. મહાન બનીને મહાનતાના અહંકારથી એકાંકી રહેવા કરતાં, માનવ બનીને નમ્રતાપૂર્વક માનવીના દુઃખ દૂર કરનારી સેવામાં જ મને તો સાર્થકતા દેખાય છે.

ટોલ્સટૉય

14. જેનામાં વિદ્યા નથી, તપ નથી, દાન નથી, જ્ઞાન નથી, શીલ નથી, ગુણ નથી અને ધર્મ નથી તે શીંગડા વિનાના પશુ જેવો માનવી આ પૃથ્વી પર ભારરૂપ છે.

ભર્તૃહરિ