મન વિશે સુંદર સુવિચાર – BEST SUVICHAR

મન વિશે સુંદર સુવિચાર સંગ્રહ - GUJARATI SUVICHAR

મન શબ્દ પર શ્રેષ્ઠ ગુજરાતી સુવિચારો - SUVICHAR IN GUJARATI

ગુજરાતી સુવિચારોનો સુંદર સંગ્રહ અંહી આપવામાં આવેલો છે. અંહી મન શબ્દ પર આધારીત સુવિચારો આપવામાં આવેલાં છે.

BEST GUJARATI SUVICHAR IN – MAN WORDS

1. આપણું મન લાડકા બાળકો જેવું છે. લાડકા બાળકો જે રીતે હંમેશા અતૃપ્ત રહે છે, એ રીતે આપણું મઞ હંમેશા અતૃપ્ત રહે છે. તેથી ના લાડ ઓછા કરીને તેને વશમાં રાખવું જોઈએ. સ્વામી

વિવેકાનંદ

2. મનના ભાવથી જ પાપ માનવામાં આવે છે, વચન કે કર્મથી નહીં. પત્ની અને પુત્રીના આલિંગનમાં ભાવનો જ તફાવત હોય છે.

હિતોપદેશ

3. જ્યારે મન પ્રસન્ન થઈ જાય છે ત્યારે બુદ્ધિ પણ સ્થિર થઈ જાય છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતા

4. મન જ મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ છે.

શ્રીમદ ભગવદ ગીતા

 

5. જેણે મનને જીતી લીધું છે, તેને ટાઢ-તડકો, સુખ-દુઃખ અને માન-અપમાન બધું સરખું જ છે.

ચાણક્ય

6. મન જ મનુષ્યને સ્વર્ગ અથવા નરકમાં લઈ જાય છે. સ્વર્ગ અથવા નરકમાં જવાની ચાવી ઈશ્વરે આપણા બધા ના હાથમાં જ મૂકી દીધી છે.

સ્વામી શિવાનંદ

7. મન ઉપર માનવીનો કાબુ એટલે વિકાસ. માનવી ઉપર મનનો કાબૂ એટલે વિનાશ.

પ્રેમચંદજી

8. મનને મજબૂત બનાવવાની એટલે જ જરૂર છે, જેટલી શરીરના પોષણ માટે ભોજન ની જરૂર છે.

સિસરો

 

9. પ્રત્યેક વ્યક્તિના ચિતની સ્વસ્થતાનો આધાર તેના પોતાના મનની વૃત્તિ ઉપર જ રહે છે.

લબક

10. મનની બદલાયેલી પ્રવૃત્તિ માનવીનું ચારિત્ર,ટેવો અને જીવનને બદલી નાખે છે.

જેમ્સ એલન

11. જેણે મનને જીત્યું છે તેણે જગતને પણ જીત્યું છે.

ભગવાન શંકરાચાર્ય

12. મનનો બધો મેલ ધોવાઈ જાય ત્યારે જ ઈશ્વરના દર્શન થાય છે.

રામકૃષ્ણ પરમહંસ

13. અભ્યાસ અને વૈરાગ્યથી મન સહેલાઈથી વશમાં આવે છે.

શ્રીમદ્ ભગવદ ગીતા

14. મન મહાન જાદુગર અને ચિત્રકાર છે. મન બ્રહ્મસૃષ્ટિનું તત્વ છે. સંકલ્પ વિના સૃષ્ટિ નથી થતી અને મન વિના સંકલ્પ નથી થતો.

સાને ગુરુજી

15. જ્યાં સુધી મન જીતાયુ ન હોય, ત્યાં સુધી રાગ-દ્વેષ શાંત થતાં નથી. અને માણસ ઇન્દ્રિયોનો ગુલામ બનીને રહે છે.

વિનોબા ભાવે

16. કદરૂપા મન કરતાં કદરૂપો ચહેરો સારો.

જેમ્સ એલન