શિક્ષક – વિશે સુંદર સુવિચાર

શિક્ષક - વિશે સુંદર સુવિચાર સંગ્રહ

શિક્ષક વિશેનાં શ્રેષ્ઠ સુવિચારો - TEACHER - BEST SUVICHAR

શિક્ષક વિશે શાળામાં ઉપયોગી થાય તેવાં તેમજ કોઇ પણ પ્રકારનાં જાહેર કાર્યક્રમોમાં શિક્ષક વિશે સારા બે વાકેયો બોલવા માટે આ સુવિચારો ખુબજ ઉપયોગી થશે…..

૧. “ગુ” શબ્દનો અર્થ છે ‘અંધકાર’ અને “રુ” શબ્દનો અર્થ છે ‘તેનો નાશ કરનાર’ આમ અજ્ઞાનરુપી અંધકારનો નાશ કરનારને ગુરુ કહેવાય છે.

– સ્કંદપુરાણ

૨. શિક્ષક મીણબત્તી સમાન છે જે પોતે બળીને બીજાને પ્રકાશ આપે છે.

૩ . મારો જન્મ મારા માતા-પિતાને આભારી છે પણ મારું જીવન મારા શિક્ષકને આભારી છે.

– એલેક્ઝાન્ડર

૪. શિક્ષક તરીકે સફળ થવા માટે ભણાવવાની ઉત્કટતા હોવી જોઈએ.

– કાકા કાલેલકર

૫. ગુરુની કૃપા હોય તો શિષ્ય કોઈપણ ગ્રંથ વાંચ્યા સિવાય પંડિત થઈ શકે છે.

સ્વામી વિવેકાનંદ

૬. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સ્નેહ સંબંધ એ શિક્ષણનું સર્વોત્તમ સાધન છે.

– જે કૃષ્ણમૂર્તિ

૭. જ્ઞાનરૂપી પાક વહેંચવા માટે હું એક શિક્ષક જ બનવાનું પસંદ કરું.

– સ્વામી રામતીર્થ

૮. શિક્ષકમાં શૈક્ષણિક ક્ષમતા તો હોવી જ જોઈએ, પણ સાથે સાથે જીવન પ્રત્યેનો ઉચ્ચ આદર્શપૂર્ણ અભિગમ પણ હોવો જોઈએ. જે પુસ્તકમાંથી શીખી શકાતું નથી તે શિક્ષકના જીવન દ્વારા શીખી શકાય છે.

– સ્વામી સચ્ચિદાનંદ

 

૯. સંત પુરુષો યુગના શિક્ષક છે.

 

૧૦. રોટલો કેમ રળવો તે નહીં પણ દરેક કોળિયાને વધુ મીઠો કેમ બનાવવો? તેની કેળવણી આપવાનું કામ શિક્ષકનું છે.

– જેમ્સ એન્જલ

૧૧. સાચો શિક્ષક વર્ગખંડની દીવાલોને ઓગાળી જગતને વર્ગમાં લઈ આવતો હોય છે.

– મનુભાઈ પંચોળી