JIVAN NO SAR – BEST QUOTES IN GUJARATI

 LIFE CHANGING QUOTES

જીવનનો સાર -ઉતારો જીવનમાં

કરવા જેવી તો સેવા જ છે,
મેળવવા જેવો તો પ્રેમ છે.

ત્યાગવા જેવું તો ધન છે,
ખાવા જેવો તો ગમ છે.

માણવા જેવું તો બાળપણ છે,
કેળવવા જેવો તો સંયમ છે.

યાદ રાખવા જેવી તો ફરજ છે,
આચરવા જેવો તો ધર્મ છે.

છોડવા જેવી તો મહામાયા છે,
પીવા જેવો તો ક્રોધ છે.

વ્યક્ત કરવાં જેવો તો સંતોષ છે,
માનવા જેવી તો શિખામણ છે.

કોકને ભોજનથી શાંતી મળે છે,
મનને ભજનથી શાંતિ મળે છે.

કર્મ એવું કરીએ કે કુદરત પણ હરખાય,
જીવન એવું જીવીએ કે મોત પણ શરમાય.