PARISHRAM-SUVICHAR IN GUJARATI

PARISHRAM-SUVICHAR IN GUJARATI WORD

PARISHRAM-SUVICHAR

પરીશ્રમ – મહેનત (પુરૂષાર્થ વિશે સુંદર સુવિચારો

PARISHRAM – SUVICHAR IN GUJARATI WORD – BEST SUVICHAR SANGRAH IN THIS WEBSITE BY WWW.GOODTHINKING.IN.

પરીશ્રમ,પુરૂષાર્થ કે મહેનત વિશે સુંદર મજાનાં સુવિચારો અંહી આપવામાં આવેલા છે.આ સુવિચારો તમારા માટે ખુબજ ઉપયોગી સાબિત થશે.

1.પરીશ્રમ સર્વ મુશ્કેલીઓનો પરાભવ કરે છે. – રોમન કહેવત

2.ટીપું ટીપું પણ હમેંશા એક જગ્યાએ પડ્યા કરે છે તો તે સખતમાં સખત પથ્થરને કોરી નાખે  છે,પરંતુ પઆણીનો એકાદ મોટો ધોધ ઉતાવળે તેના ઉપરથી પસાર થઇ જાય છે ,તો તેનું નામનિશાન પણ રહેતું નથી. – સ્વેટ મોર્ડન

3.જે પરીશ્રમથી કોઇ પણ ઉપયોગી પરીણામ ન આવે તે નૈતિક પતનનું કારણ બને છે. – જોન રસ્કિન

4.સમુદ્ર તળિયાનો સ્પર્શ કર્યા વગર મોતી મળતાં નથી. – જાપાની કહેવત

5.પરસેવો પાડ્યા વિનાની પ્રાપ્તિ સુખ અને શાંતિની સમાપ્તિ કરે છે.

6.સિદ્ધિ તેને જઇ વરે,જે પરસેવે ન્હાય – ચીની કહેવત

7.પરસેવો પાડ્યા વિનાની મેળવેલ રોટલીને હરામ ગણવી. – સંત ફ્રન્સિસ

8. અનાયાસે પ્પ્ત થયેલી લત્ક્ષ્મી,પરીશ્રમ તથા પુરૂષાર્થ વગરનું જીવન અને સાચી ભૂખ વિનાનું ભોજન આ ત્રણેય ભલે થોડો સમય આનંદ આપે પણ સરવાળે તે હાનિકર્તા છે. – કૉન્ફયુશિયસ

9.પુરૂષાર્થ વિના  પ્રારબ્ધ પાંગળું છે. – ચાણક્ય

10.એવી  કોઇ પણ મૂલ્યવાન ચીજ નથી કે જે પુરૂષાર્થ વગર પ્રાપ્ત કરી શકાય. – એડીસન

11.જ્યારે શ્રદ્ધાનું જળસિંચન થાય છે ત્યારે જ પરીશ્રમનું વૃક્ષ સારાં ફળ આપે છે. – સુદર્શન

12.પોતાનાં સંતાનને જે ઉદ્યમીપણાંની ટેવો પાડે છે,તેઓ મોટા વારસા કરતાં પણ વધુ સારી વસ્તુ તેમને આપે છે. – વ્હેટલી

13.પરીશ્રમથી જ સફળતા મળે છે વિચાર કરવાથી નહી. – બેન્જામિન ફ્રેકલિન

14.પરીશ્રમ શરીરને નીરોગી અને મનને નિર્મળ રાખે છે. – સી સાઇમન્સ

15.પરીશ્રમ કરવામાં જ માનવીની માનવતા છે. – વિનોબા ભાવે

16.પરીશ્રમએ જીવનની સફળતાનું રહસ્ય અને આત્માનું રત્ન છે. – પ્રેમચંદજી